શબ્દકોષ 

માન્ય ભાષાને પોતાનું શબ્દ ભંડોળ હોય છે અને તેનો સંગ્રહ કરતો ગ્રંથ એટલે શબ્દકોશ. શબ્દકોશમાં અસંખ્ય શબ્દોના અર્થો આપેલા હોય છે. આ બધા શબ્દો ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. ગુજરાતી ભાષાનો વ્યવસ્થિત અને વિસ્તારપૂર્વકનો સૌપ્રથમ શબ્દકોશ ગાંધીજીના પ્રયાસો થી 1929 માં "સાર્થ જોડણી કોષ" ના નામે આપણને મળ્યો. 

શબ્દકોશ એક કોઈપણ ભાષાની આરસી છે તેનાથી ભાષાની શબ્દ સમૃદ્ધિ જોઈ શકાય છે આપણે શબ્દકોશ નો પ્રયોગ કેવી રીતે કરવો તે શીખવું જોઈએ. શબ્દકોશમાં શરૂઆતના શબ્દો સ્વરથી સ્વર શરૂ થાય છે જેનો સાચો ક્રમ અહીં મુકાયો છે 

અ, અં, આ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ , એ, ઐ, ઓ, ઔ





ઉપરના સ્વરમાં જોશો તો ખ્યાલ આવશે કે અનુસ્વાર વગર આવેલો સ્વર પહેલા મુકાય છે જ્યારે અનુસ્વાર સાથેનો સ્વર પછી આવે છે શબ્દની શરૂઆતમાં સ્વર આવતો હોય ત્યારે તેને ઉપરના ક્રમમાં ગોઠવાય છે અહીં સ્વરની શરૂ થતા થોડાક શબ્દોનું યોગ્ય ક્રમ આપેલ છે. 


અક્ષર અંગત આગાહી આંચકો ઇમારત ઇન્દિરા ઈશ્વર ઇંધણ ઉખાણું ઉમરો ઉણપ ઉણપ ઊંડાણ ઋષિ એકાંત એક્શન એન્જિન ઓર્ડર ઔષધ 


ઉપરના બેન્જોનો માં ઘણો વ્યંજનથી શબ્દ નિર્માણ થતું ન હોવાથી શબ્દકોશમાં તેવા શબ્દો જોવા મળતા નથી જો ઉપરના વ્યંજન પ્રમાણે શબ્દોની સાથે ગોઠવણી કરવી હોય તો નીચે મુજબ ગોઠવી શકાય છે

કઠોળ ક્ષમા ખાણ ગામડું ઘર ચકલી છતન જ્ઞાન ઝાડ ટપાલ ઠપકો ડાયરો ઢગલો તકેદારી ત્રિજ્યા થર્ડ દંગલ ધજા નજર પતંગ ફણસ બકરી ભમરો મરચું યતિ રમત લુહાર વહાણ સતક શ્રમ ષટકોણ સગવડ હથોડી 

નામ
 

  • પ્રસ્તાવના 


નામ શબ્દ નમ્ ધાતુ પરથી ઉતરી આવી છે એનો અર્થ થાય છે "નમવું" 

વ્યાકરણની પરિભાષામાં છે શબ્દ વ્યક્તિ વસ્તુ ભાવ કે ક્રિયાનું નિર્દેશ કરતો હોય અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને નામ કહેવાય છે અને સંઘના તરીકે પણ ઓળખાય છે.

 રાકેશ વ્યક્તિ

પંખો વસ્તુ 

સારુ ગુણ

 રમત કિયા 


નામના પ્રકાર મુખ્યત્વે પાંચ છે 

1). સંગ્ના વાચક / વ્યક્તિવાચક / વિશેષ નામ 

2). જાતિવાચક નામ 

3). સમૂહ વાચક નામ 

4). દ્રવ્યવાચક નામ 

5). ભાવ વાચક નામ 


સંગ્ના વાચક / વ્યક્તિવાચક / વિશેષ નામ  

કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થ થી અલગ પાડી ઓળખવા જે ખાસ નામ વપરાય છે તેને વ્યક્તિવાચક નામ કહે છે આ નામ આપણે આપણી ઈચ્છા પ્રમાણે આપ્યું હોય છે એની પાછળ કોઈ ખાસ કારણ હોતું નથી પહેલા વ્યક્તિ વાચક નામને વિશેષ નામ એવા પ્રકારની ઓળખવામાં આવતું હતું જેમકે ગાંધીનગર નર્મદા ભારત ગિરનાર રમેશ 

જાતિવાચક નામ  

જાતિવાચક નામ આખા વર્ગને તેમજ તે વર્ગની ગમે તે કોઈ વ્યક્તિને લાગુ પડે છે ટૂંકમાં જે નામ આખા વર્ગને તેમજ તે વર્ગમાંથી પ્રત્યેક વ્યક્તિ કે પદાર્થ લાગુ પડતું તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે શહેર નદી દેશ પર્વત વાદળ વગેરે જાતિવાચક નામ છે 


સમૂહ વાચક નામ 

કેટલાક નામ વ્યક્તિ પ્રાણી કે વસ્તુઓના સમૂહ ને ઓળખવા માટે વપરાય છે તેને સમૂહ વાચક નામ કહેવામાં આવે છે આ નામ એવા છે કે જે પહેલી નજરે જાતિવાચક નામ જેવા લાગે છે પણ તેઓ વર્ગને નહીં સમૂહને દર્શાવે છે એટલે કે સરખા ગુણો વાળી વ્યક્તિનું એકત્ર થવું તે. અમુક સમૂહમાં અમુક હાસ્યત હોય છે જે બીજામાં હોતી નથી જેમ કે લશ્કરના સમૂહમાં જે ખાસિયત હોય છે તે કાફલામાં હોતી નથી સમૂહની છૂટી છૂટી વ્યક્તિઓને શબ્દ લાગુ પડતો નથી એટલે વ્યાધિવાચક નથી અને આખા વર્ગને લાગુ પડતો નથી એટલે જાતિવાચક પણ નથી. 


દ્રવ્યવાચક નામ 

જે વસ્તુ જથ્થામાં દ્રવ્ય સ્વરૂપે રહેલી છે દ્રવ્ય રૂપે જેમની ગણતરી એક બે ત્રણ રૂપે થઈ શકતી નથી પણ જેમાંનો દરેક શબ્દ જથ્થાનો સૂચક છે જેમનું વજન થઈ શકે છે જેઓનું માપ લઈ શકાય છે એવી વસ્તુઓને દ્રવ્યવાચક સંઘના કે નામ તરીકે ઓળખાય છે 

આવી વસ્તુઓમાં ધાતુઓના નામ અનાજ ના નામ કી ગોળ જેવા પદાર્થના નામનો સમાવેશ કરી શકાય છે જેમ કે સોનું કરાય તાંબુ પિત્તળ લોખંડ ઘઉં ચોખા દાળ બાજરી જોવા અનાજ કાપડ જેવા પદાર્થનો સમાજ કરી શકાય છે એ વસ્તુઓ મુખ્યત્વે છઠ્ઠામાં રહેલી હોય છે. 

ટૂંકમાં ધાતુ અનાજ કે દ્રવ્ય રૂપે રહેલી વસ્તુઓને દ્રવ્યવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુઓ છઠ્ઠામાં દ્રવ્ય રૂપે રહેલી હોય છે. 


ભાવવાચક નામ
  

ભાવ અને દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંઘના કહેવામાં આવે છે આ બધી સંજ્ઞાઓને રૂપ નથી રંગ નથી આકાર નથી તેમને આંધળી ને બતાવી શકાતું પણ નથી.

મૂર્ખાઈ ભલાઈ મીઠાશ કાળા સેવા કામ ધામ જેવી સંજ્ઞાઓ નકર પદાર્થ દર્શાવતી નથી પણ ભાવોને દર્શાવે છે મૂર્ખ એ ગુણ છે પણ મૂર્ખાઈ એ મૂર્ખ હોવાનો ભાવ છે