ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરેલ અખબારી યાદી 








પ્રતિ . જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , ( તમામ ) ગુજરાત રાજય . ક્રમાંક : મઉમશબ / સંશોધન / ૨૦૨૩ / ૦૮-૧૧૨ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , સેકટર -૧૦ બી , જૂના સચિવાલય પાસે , ગાંધીનગર . તા .૦૯ / ૦૧ / ૨૦૨૩ વિષય : 


- માન . વડાપ્રધાનશ્રીના " Pariksha Pe Charcha - 2023 " કાર્યક્રમ બાબત . 

સંદર્ભ : - ( 1 ) અત્રેની કચેરીનો પત્રકમાંક : મઉમશબ / સંશોધન / ૨૦૨૨ / ૧૨૭૪૦-૭૫ , તા .૦૨ / ૧૨ / ૨૦૨ ર ( ર ) શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલય ભારત સરકારના તા .૦4 / 01 / 2023 ના ઈમેલ અન્વયે . ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત પત્ર -૨ માં દર્શાવ્યા મુજબ માન.વડાપ્રધાનશ્રી ૨૭ મી જાન્યુઆરી -૨૦૨૩ ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે પરીક્ષા પે ચર્ચા ૨૦૨૩ ' ની આવૃતિ માટે વિદ્યાર્થીઓ , શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે અને લગભગ ૧૨૦૦ વિદ્યાર્થીઓ તેમા ભાગ લેશે તેમ જણાવેલ છે . માન.વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું દૂરદર્શન દ્વારા ડીંડી નેશનલ , ડીડી ન્યુઝ અને ડીડી ઇન્ડિયા વગેરે દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે અને રેડીયો ચેનલો ( ઓલ ઇન્ડિયા રેડિયો , મીડિયમ વેબ , ઓલ ઇન્ડિયા રેડિયો એફએમ . ચેનલ ) પર લાઈવ વેબ સ્ટ્રીમિંગ તથા PMO ની વેબસાઈટ , MOE , DOOR DARSHAN , MyGov.in અને MOE ની યુ 


- ટયુબ ચેનલ , ફેસબુક લાઈવ અને MOE ની સ્વયંપ્રભા ચેનલ પર નિહાળી શકાશે , ઉક્ત કાર્યક્રમ ધોરણ -૬ અને તેનાથી ઉપરના વર્ગના તમામ વિદ્યાર્થીઓ કાર્યક્રમના જીવંત પ્રસારણને નિહાળી અને સાંભળી શકશે . સદર કાર્યક્રમ જોઈ રહેલા બાળકોના ફોટોગ્રાફ્સ અને વિગતો Mygov પોર્ટલ પર અપલોડ કરી શકાશે . 









મોટાભાગની શાળાઓ ટીવીથી સજ્જ છે અને ઈલેક્ટ્રીક કનેકશન ધરાવે છે જો આમાંથી કોઈપણ સુવિધા શાળામાં ઉપલબ્ધ ન હોય તો વિદ્યાર્થીઓ તે દિવસે વડાપ્રાધાનશ્રીનુ જીવંત સંબોધન નિહાળી અને સાંભળી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે . ગુ.મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર ૨૦૨૨-૨૩ મુજબ ધોરણ -૯ થી ૧૨ ની શાળાકીય પ્રિલીમ દ્રિતીય પરીક્ષા તા .૨૭ / ૦૧ / ૨૦૨૩ થી તા .૦૪ / ૦૨ / ૨૦૨૩ ના રોજ યોજાનાર છે તા .૨૭ / ૦૧ / ૨૦૨૩ ના રોજ માન.વડાપ્રધાનશ્રીનો ' પરીક્ષા પે ચર્ચા -૨૦૨૩ ’ કાર્યક્રમ યોજાનાર હોઈ સદર પરીક્ષાનું આયોજન તા .૨૮ / ૦૧ / ૨૦૨૩ થી તા .૦૬ / ૦૨ / ૨૦૨૩ દરમ્યાન કરવાનું રહેશે . ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપશો . નોંધ : - તા .૦૯ / ૦૧ / ૨૦૨૩ ની નોંધ પર મળેલ માન.અધ્યક્ષશ્રીના આદેશ અન્વયે 09 ( એન.જી.વ્યાસ ) સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર .


બિડાણ : - ઉપર મુજબ . નકલ સવિનય રવાના - - માન.અધ્યક્ષશ્રી , ગુ.મા.અને ઉ.મા શિક્ષણ બોર્ડ , ગાંધીનગર.