• ઉત્તરાયણ એ મારો પ્રિય તહેવાર છે. 

•તે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. 

• આ તહેવાર ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.

• સૂર્ય આ દિવસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે.

• તેથી તેને મકરસંક્રાંતિ કહે છે.

• ઉત્તરાયણએ પતંગોનો તહેવાર છે. 





• આ દિવસ અગાઉથી જ્ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે. 

• પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જોડાણ દ્વારા બનાવવામાં આવે છે.

• તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે.

• જેથી કે પતંગબાજોના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે.