ગુજકેટ - ૨૦૨૩ ની પરીક્ષાની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત 






ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા .૧૯ / ૧૧ / ૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૧૨ - સ થી લેવામાં આવેલ નિર્ણય અનુસાર ધો .૧૨ ( ૧૦ + ૨ તરાહ ) વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ , ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ -૨૦૧૭ થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે . ઉક્ત ઠરાવ મુજબ વર્ષ -૨૦૨૩ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ , ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૃપ - એ , ગૃપ - બી અને ગૃપ - એ.બી . ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા .૦૩ / ૦૪ / ૨૦૨૩ ને સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ , 


ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે . - : ગુજકેટની પરીક્ષા માટે કેટલીક અગત્યની જાણકારી નીચે મુજબ છે : ગુજકેટની પરીક્ષા તા .૦૩ / ૦૪ / ૨૦૨૩ ને સોમવારના રોજ ૧૦-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે . GUJCET નો અભ્યાસક્રમ : મશબ / ૧૨૧૭ / ૧૦૩૬ / છ ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક તા .૨૫ / ૧૦ / ૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન -૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ -૧૨ 


વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન , રસાયણવિજ્ઞાન , જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે . NCERT આધારીત ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET - ૨૦૨૩ ની પરીક્ષા માટે રહેશે . 


ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે . એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને ૪૦ પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના , ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે . OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે . જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે , જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે . એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે . OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે ૪૦ પ્રત્યુત્તર માટેની રહેશે . 


પરીક્ષાનું માધ્યમ : પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી , અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે .