ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતી...

તેમ છતાંયે ધૂળની ડમરી નડતી નહોતી....


થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલ,

ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી નહોતી....


પેન અને પાટી, પેન્સિલ રબ્બર ને પુસ્તક

કોમ્પ્યુટર પર આંગળી ત્યારે ફરતી નહોતી...


ખાવા માટે 'બા' દેતી મમરા-ધાણી

નાસ્તા માટે મૅગી ત્યારે બનતી નહોતી...


રોજ સવારે ચાલીને શાળાએ જાતાં

આંખ પ્રતીક્ષા કોઇ વાહનની કરતી નહોતી..


શિયાળે ના મફલર કે ના માથે ટોપી

સૂરજની ગરમીમાં ઠંડી ટકતી નહોતી...


વર્ષો પહેલા આપણે સૌ આંગણામાં રમતા

મોબાઈલની તો તે પહેલા હસ્તી નહોતી...


બચપણ વિત્યું તોય મજામાં એવું સુંદર

જાણે કે દુનિયામાં દુ:ખની વસ્તી નહોતી...


➤ આશા છે કે આ કવિતા તમોને ગમી હસે.


'હા, વીતી ગયો એ જમાનો,

જેમાં કોઈની યે કોઈ સાથે ફરિયાદ નહોતી..