Gujarat Secondary And High Secondary Education Board Gandhinagar GSEB MARCH 2024 BOARD EXAM TIME TABLE NEW PAPER PATTERN





નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે

ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી નિર્ણયોનો અમલ કરાશે.

.............

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું; વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે

*****

ધો-૧૦માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે

*****

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં યોજાશે

*****

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં શિક્ષણમંત્રીશ્રી, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી અને વરિષ્ઠ સચિવશ્રીઓની ઉચ્ચસ્તરીય બેઠક

.*****

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશંલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.

શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવશ્રીઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં,

• ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવા. ધો-૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.

• ધો-૧૦ માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે.

• ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.

• ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ ર૦ ટકા છે તેને બદલે ૩૦ ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૮૦ ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.

• ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ પ૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.

..........

Gseb march 2024 gujarat board,

Gseb march 2024 exam date,

Gseb march 2024 date,

Www GSEB org 2024,

Www gseb org 2024 time table,

Std 12 Commerce Time Table 2024 Gujarat Board,