GSEB BOARD EXAM MARCH 2024 EXAM PAPER INFORMATION & STD 10 & STD 12 Board paper marking System GSEB.org


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગ૨

*ગણિત (બેઝિક) 12(G)*

(S.S.C. માર્ચ – 2024 નમૂનાના પ્રશ્નપત્રના પરીક્ષણકાર્ય માટે ગુણપ્રદાન યોજનાનો નમૂનો) પ્રાશ્નિક અને સમીક્ષક માટેની સમાન્ય સૂચનાઓ

1. આન્સ૨ કીમાં આપેલ ગણતરીની રીત સિવાય અન્ય કોઈ સાચી ગણતરીની રીતનો ઉપયોગ કરેલ હોય, તો પણ પૂરા ગુણ આપવાના રહેશે.


2. કોઈપણ દાખલાના અંતિમ જવાબમાં અતિ સંક્ષિપ્તરૂપ આપેલ ન હોય, તો પણ પૂરા ગુણ આપવાના રહેશે. જવાબ દશાંશમાં મેળવવાનો આગ્રહ ન રાખવો. દશાંશ ચિહ્ન પછીના અંકમાં ભૂલ હોય તો તેને અવગણવી.

પ્રમેય કે સાબિતીવાળા દાખલામાં પક્ષ અને સાધ્યનો આગ્રહ ન રાખવો. આકૃતિ અને સાબિતી લખેલ હોય, તો પૂરા ગુણ આપવા.




ટૂંકા પ્રશ્નોના જવાબમાં રીતનો આગ્રહ રાખ્યા સિવાય એક શબ્દ / વાક્ય / આંકડામાં જવાબ આપેલ હોય, તો પણ ગુણ આપવા.

જો વિદ્યાર્થીએ કોઈ દાખલાની સાચી ગણતરી ટૂંકમાં કરેલ હોય, તો લાંબી રીતનો આગ્રહ રાખ્યા વગ૨ ગુણ આપવાના રહેશે.

સૂત્ર લખેલ ન હોય અને સીધી કિંમત મૂકીને દાખલાની સાચી ગણતરી કરેલ હોય, તો ગુણ આપવાના રહેશે.

પૃષ્ઠફળ અને ઘનફળમાં જો સૂત્ર લખેલ હોય અથવા સૂત્ર લખી તેમાં કિંમત મૂકી હોય પણ સાદુરૂપ ન આપેલ હોય, તો તેના આન્સર કી પ્રમાણે ગુણ આપવાના રહેશે. આખો જવાબ ખોટો કરીને શૂન્ય ગુણ આપવા નહિ. આંકડાશાસ્ત્રના દાખલાઓમાં વિદ્યાર્થીઓએ કોષ્ટક બનાવેલ હોય પણ ગણતરી ના કરેલ હોય, તો ખોટો કરીને શૂન્ય ગુણ ન આપવા.

10. ત્રિકોણમિતિના ઉપયોગવાળા દાખલામાં આકૃતિ અને/અથવા વર્ણનને ધ્યાનમાં લઇ તેના ગુણને ધ્યાનમાં લેવા.



11. આન્સર કીમાં (ત્રિકોણમિતિ, દ્વિચલ સુરેખ સમીક૨ણયુગ્મ, દ્વિઘાત સમીકરણ વગેરે જેવા પ્રકરણોમાં)દર્શાવેલ ગણતરી નમૂનારૂપ છે, તે સિવાય

અન્ય કોઇપણ સાચી રીતે ગણતરી કરેલ હોય, તો તેના ગુણ બાળકના હિતને ધ્યાનમાં રાખીને પ્રાશ્નિકે આપવાના છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

011 (G)

( માર્ચ - 2024 5.5.C. નમૂનાના પ્રશ્નપત્રના પરીક્ષણકાર્ય માટે ગુણપ્રદાન યોજનાનો નમૂનો )

:સામાન્ય સૂચનાઓ:

- મૂલ્યાંકનમાં આન્સર કી ને જડતાથી ન વળગી રહેતાં સાચા અને મૌલિક ઉત્તરને ધ્યાને લેવા. - જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં વધારાની સૂચનાઓ આપવામાં આવી છે તે ધ્યાને લેવી.

વિકલ્પવાળા પ્રશ્નોમાં માત્ર આલ્ફાબેટ કે શબ્દ સાચો હોય તો ગુણ આપવા

- ખાલી જગ્યામાં માત્ર સાચો જવાબ કે પ્રશ્નના વિકલ્પ નીચે નિશાની હોય તો ગુણ આપવા, પૂર્ણ

વાક્યનો આગ્રહ રાખવો નહીં.


- સાચા-ખોટા વિધાનોમાં સાચું (ખરું, સત્ય કે ૪) કે ખોટું (અસત્ય કે × ) દ્વારા જવાબ દર્શાવેલ

હોય તો ગુણ આપવા

ટૂંકમાં જવાબ માટે શબ્દ કે વાક્યમાં આપેલ સાચા જવાબ માટે ગુણ આપવા

જોડકામાં ક્રમ કે આલ્ફાબેટ કે પ્રશ્ન લખેલ સ્વરૂપે હોય કે તીરથી જોડેલ હોય તો પણ ગુણ આપવા - પ્રશ્નમાં આકૃતિ દોરવાનું ન જણાવેલ છતાં જો વિદ્યાર્થીએ આકૃતિ દોરી હોય તો પોતાની વિવેકબુદ્ધિથી ગુણ આપી શકાય.

- વિદ્યાર્થીની રજૂઆતની શૈલી આન્સર કીથી જુદી હોય પરંતુ જવાબનું હાર્દ આવી જતું હોય તો ગુણ

આપવા.

- મૂલ્યાંકન માટે મુદ્દા કે વિધાનોની સંખ્યાને ધ્યાને ન લેતાં વર્ણનમાં ચાવીરૂપ શબ્દો આવી જતા હોય તો તેના ગુણ આપવા.

૦ ઉદા. ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો.

• ધાતુ ચળકાટ ધરાવે છે.

ધાતુને અફળાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે,

• ધાતુને ખેંચીને તાર બનાવી શકાય છે.

• ધાતુને ટીપીને પતરાં બનાવી શકાય છે.

૦ વિદ્યાર્થી દ્વારા ઉપરોક્ત જવાબને નીચે મુજબ પણ આપી શકાય :

- ધાતુ ચળકાટ ધરાવે છે. તેને અફળાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે. તેને ખેંચીને

તાર બનાવી શકાય છે અને ટીપીને પતરાં બનાવી શકાય છે.

આમ, આ પ્રકારના જવાબમાં એક જ મુદ્દો છે એવું સમજીને મૂલ્યાંકન ન કરવું.

> પેપર તપાસતી વખતે મૂકવાના ગુણ અંગ્રેજી અંકમાં સ્પષ્ટ વંચાય તે રીતે લખવા.