GSEB BOARD MARCH 2024 STD 10 STD 12




બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નો

‘પરીક્ષાનું ટેન્શન છે’, ‘વાંચેલું યાદ નથી રહેતું’

બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પરીક્ષામાં સફળતા ન મળવાના ડરને લઇને ઘણાં વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવતા હોય છે આથી અમદાવાદ શહેરી ડીઇઓ કચેરી દ્વારા સારથી હેલ્પલાઇન કરીને શરૂ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામ કરાઈ રહ્યું છે. આ વિશે શહેર ડીઇઓ રોહિત ચૌધરીએ કહ્યું કે, ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. પરીક્ષા નજીક છે અને કેટલાક વિદ્યાર્થીઓની તૈયારી સારી ન થઇ હોવાથી ઘણીવાર ચિંતામાં

અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા બે વર્ષ પહેલાં શરુ કરાયેલી સારથી હેલ્પલાઇનમાં રોજ૧૫થી વધારે વિદ્યાર્થીઓ ઈન્કવારી કરે છે


કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે

♦ માત્ર પાસ થવા માટે અંતિમ દિવસોમાં કેવી રીતે તૈયારી કરવી વાંચેલું યાદ રહેતું નથી, પરીક્ષાનું ટેન્શન સતાવે છે

♦ અઘરાં ટોપિકને કેવી રીતે તૈયાર કરવા

૦ દિવસમાં કયા સમયે વાંચવાથી વધારે યાદ રહે છે

૦ આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું

૦ ઓછી મનેહત સાથે સારું પરિણામ કેવી રીતે લાવી શકાય


મૂકાઇ જતા હોય છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે શહેર ડીઇઓ કચેરી દ્વારા સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનમાં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાના મૂંઝવતા પ્રશ્નો મોકલી આપે છે

ત્યારબાદ ડીઇઓ કચેરીની અમારી ટીમ દ્વારા તે વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને મૂંઝવણ દૂર કરવાનું કામ કરીએ છીએ. હેલ્પલાઇન શરૂ કર્યા પછી એક મનોદિવ્યાંગ વિદ્યાર્થીને પોતાની આજુબાજુના અને મિત્રો દ્વારા તું પરીક્ષામાં પાસ થઇશ નહીં તેમ કહીને ચીડાવતા હતા અને તેને લીધે તે મનોદિવ્યાંગે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. મનોદિવ્યાંગના ભાઇએ હેલ્પલાઇન પર પોતાના ભાઇનો પ્રશ્ન રજૂ કર્યો અને તેને સમજાવીને નિરાકરણ લાવ્યા હતા અને હવે તે બોર્ડની પરીક્ષા આપીને સારું પરિણામ લાવવાનો નિર્ધાર કર્યો છે. અત્યાર સુધીમાં દિવસમાં ૧પથી વધુ પ્રશ્નો આવે છે અને અત્યાર સુધી ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નોનું સોલ્યુશન કરી આપ્યા છે. વિદ્યાર્થીઓએ વાંચેલું યાદ રહેતું નથી અને પરીક્ષાનું ટેન્શન વધુ છે તેવા સવાલો વધુ પૂછ્યાં.